મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ડેમ નજીક બે બાઇક અથડાતા ત્રણ યુવાનો સારવારમાં


SHARE









મોરબીના લીલાપર ડેમ નજીક બે બાઇક અથડાતા ત્રણ યુવાનો સારવારમાં 

મોરબીના લીલાપર ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમ નજીક બે બાઈક સામસામે અથડાવવાનો બનાવ બન્યો હતો જેમાં ઘવાયેલા ત્રણ લોકોને મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર મચ્છુ-૨ ડેમ પાસે બે બાઈક સામસામા અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા જયેશ સુનિલભાઈ ઉર્ફે કરશનભાઈ ચૌહાણ (૩૫) રહે.ઘુંટુ તા.જી.મોરબી તેમજ પરબત વેલજીભાઇ ચૌહાણ (૩૫) રહે.લીલાપર અને દિલા રાણાભાઇ ચૌહાણ (૪૦) રહે.લીલાપર વાળાઓને ઇજાઓ થતા ત્રણેયને પ્રથમ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી જયેશભાઈ ચૌહાણને વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જયારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા કમલેશભાઈ ચમનભાઈ ડાભી મોરબી તરફ જતા હતા ત્યારે બંધુનગર નજીક શ્યામ હોટલની સામે તેઓનું બાઇક સ્લીપ થઇ જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બાઇક હડફેટે વૃદ્ધાને ઈજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામના રહેવાસી હવાબેન અબ્દુલભાઈ મુલતાની નામના ૮૩ વર્ષના વૃદ્ધા પેન્શન લેવા માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબીના વાવડી રોડ ઉપર તેઓ દરગાહ નજીક રિક્ષામાંથી નીચે ઉતર્યા અને પગપાળા જવા માટે ચાલતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રત થયેલા હવાબેન મુલતાનીને અહીંની સદભાવના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસેના સહારા કોલમાં રહેતા રાહુલ નથુભાઈ મેડા નામના ૧૮ વર્ષના યુવાનને લક્ષ્મીનગર ગામ પાસે બાલાજી ક્રેન નજીક બાઇક અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માત સંદર્ભે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News