ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટોમાંથી કુરિયરના ડોકો નંબર ભુલાઈ જતા ઓનલાઇન ટ્રાન્જેક્શનના નામે ૯૦ હજારની ઉંચાપત : ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં યુવાન અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટોમાંથી કુરિયરના ડોકો નંબર ભુલાઈ જતા ઓનલાઇન ટ્રાન્જેક્શનના નામે ૯૦ હજારની ઉંચાપત : ગુનો નોંધાયો

મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઈકોન રેસિડેન્સીમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના યુવાનના બે બેન્ક એકાઉન્ટ તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને રૂપિયા ૯૦,૩૧૨ ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોય ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે.

ઉપરોકત છેતરપીંડીના બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન ખાતે મનોજભાઇ રામજીભાઇ કગથરા જાત પટેલ (ઉ.વ.૩૭) ધંધો વેપાર રહે. મોરબી એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વીગ-એફ. ફલેટ નંબર ૬૦૩ મુળ રહે. નથુવડલા તા.ધ્રોલ જી.જામનગરએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી જણાવ્યું છેકે અહીંના રવાપર ઘુનડા રોડ વૈદહી પ્લાઝા પાસે બનાવ બનેલ છે જેમાં તેમની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય જેના ડોકો નંબર તેઓ ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ મોબાઇલ નંબર ૮૮૨૬૯ ૫૫૧૨૨ અને ૯૮૩૦૩ ૦૩૨૩૨ મળતા જેમા વાત કરતા સામાવાળાએ બલુડાર્કટ કુરીયરની ઓળખ આપીને ફરીયાદીને લીંક મોકલી હતી. તેમાંથી ઓનલાઇન રૂપીયા-બે નુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા તેઓએ આરોપીના જણાવ્યા મુજબ તેમના ખાતાના યુપીઆઇ તથા તેમની પત્નીના એકાઉન્ટના યુપીઆઅ મારફતે રૂપીયા બે નુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા ૩૪,૯૧૫ તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા ૧૦૦૦૦ એમ કુલ મળીને રૂપીયા ૪૪,૯૧૫ તથા તથા તેમની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા ૪૫,૩૯૭ મળી ઓનલાઇન રૂપીયા ફ્રોડ થયેલ જેમા આરોપીએ ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રીચાર્જ જે રૂપીયા ૩૫,૩૯૭ ફરીયાદી મનોજભાઇના પત્નીના ખાતામાં પાછા જમા થઇ ગયેલ આમ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપીને મનોજભાઇ કગથરા તથા તેમના પત્નીના ખાતામાંથી ઓનલાઇન રૂા. ૯૦,૩૧૨ ની ઓનાલાઇન ફોર્ડ (છેતરપીંડી) કરી ગુન્હો કર્યો હોય કલમ ૪૨૦ તેમજ આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે જુગાર રમતા બે પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે રોડની સાઈડમાં ઉભા રહીને વરલીનો જુગાર રમવામાં આવતો હોવાનું ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા સ્થળ ઉપરથી અશોકભાઇ મશરૂભાઇ ઓળકીયા જાતે કોળી (ઉ.વ.૨૩) ધંધો.મજુરી રહે.ધર્મસિધ્ધી સોસાયટી જાંબુડીયા તા.જી.મોરબી મુળ ગામ
કંધેવાડીયા તા.વીંછીયા જી.રાજકોટ અને વિક્રમભાઇ આલાભાઇ ચાવડા જાતે વાણંદ (ઉ.વ.૨૮) ધંધો. નોકરી રહે.ધર્મસિધ્ધિ સોસાયટી જાંબુડીયા મોરબી મુળ રહે.લાલકા તા.બાબરા જી.અમરેલી વાળાઓની ધરપકડ કરી હતી તેઓ આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લેતા હોય રોકડા રૂપિયા ૧૦૨૦ સાથે બંનેની ધરપકડ કરી બંને વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.






Latest News