મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે વોકિંગમાં નીકળેલા આધેડને કાર ચાલકે હડફેટે લેતા મોત :  કારમાં બેઠેલા ચાર વ્યક્તિ પણ સારવારમાં


SHARE









ટંકારાના લજાઈ ગામે વોકિંગમાં નીકળેલા આધેડને કાર ચાલકે હડફેટે લેતા મોત :  કારમાં બેઠેલા ચાર વ્યક્તિ પણ સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઇડમાં ઉભેલા આધેડને મોરબી બાજુથી રાજકોટ તરફ જતી કારના ચાલકે હડફેટે દીધા હતા જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો જેમાં આધેડને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને પણ નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વ્યક્તિના દિકરાએ કાર ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા સાગરભાઇ કમલેશભાઈ મકવાણા (૨૮) એ હાલમાં ફોક્સ વેગન પોલો કાર નં. જીજે ૩૬ એસી ૯૭૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા કમલેશભાઈ દેવજીભાઈ મકવાણા (૫૧) રહે. લજાઈ વાળા લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડમાં ઊભા હતા ત્યારે મોરબી બાજુથી આવી રહેલ કારના ચાલકે તેઓને લીધા હતા અને બાવળની જાળીમાં ફંગોળી દીધા હતા જેથી કરીને તેને કમરના ભાગે ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા કમલેશભાઈ ગામમાં ટ્રેક્ટર ડ્રાઇવિંગનું કામ કરતા હતા અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમજ તેઓ દરરોજ રાત્રે વોકિંગ કરવા માટે નીકળતા હતા દરમિયાન આ બનાવ બન્યો હતો ત્યારે લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે તેઓ હતા અને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના ભાઈનું મૃત્યુ નીપજ્યું છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે કાર ચાલકે કમલેશભાઈને હડફેટ લીધા હતા તે કારનો પણ અકસ્માત થયો હોય કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને એક વ્યક્તિને ગંભીર ઇજા થયો હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News