ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે પતિ-પત્નીના આપઘાતના બનાવમાં મૃતકોના સ્ફોટક વિડિયો સામે આવ્યાઃ દંપતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ટીકર ગામે પતિ-પત્નીના આપઘાતના બનાવમાં મૃતકોના સ્ફોટક વિડિયો સામે આવ્યાઃ દંપતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ટીકર ગામે રણની ઢસીમાં દંપતીએ આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે આપઘાત કરી લેનાર યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટીકર ગામે રહેતા દંપતી અને તેના માતા પિતા સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીને આપઘાત કરવા માટે મજબૂર કરનારા શખ્સોની સામે આઇપીસી કલમ 306, 504 અને 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી વિવિધ પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રાજુભાઈ નાગરભાઈ સુરાણી (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માવજીભાઈ નાનજીભાઈ, ચંપાબેન માવજીભાઈ, માવજીભાઇની માતા મુરીબેન નાનજીભાઈ અને માવજીભાઇના પિતા નાનજીભાઈ જીવાભાઇ રહે બધા ટીકર ગામ વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ટીકર ગામે રણની ઢસીમાં તેના ભાઈ શૈલેષભાઈ નાગરભાઈ સુરાણી અને તેમના ભાભી સરોજબેન શૈલેષભાઈ સુરાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જોકે ત્યારે પહેલા તેમણે પાંચ વિડિયો ક્લિપ બનાવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી માવજીની પત્ની ચંપાબેનએ શૈલેષભાઈ ને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને તેઓના પત્નીના ચારિત્ર ઉપર શંકા કરી હતી અને તે બાબતે શૈલેષભાઈ તથા તેના પત્ની આરોપીના ઘરે તેઓને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે માવજીભાઈ તેના પત્ની ચંપાબેન માવજીભાઈની માતા મુરીબેન અને તેના પિતા નાનજીભાઈએ ફરીયાદીના ભાભીના ચારિત્ર બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ જ્યારે શૈલેષભાઈ અને તેના પત્ની ઘરે આવી ગયા ત્યાં ચારેય શખ્સોએ ત્યાં આવીને ફરિયાદીના ભાઈ અને ભાભી સાથે ફરી પાછો ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના ભાઈના પત્નીને પ્રેમ સંબંધ હોવાની વાત કરીને તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ ફરિયાદીના ભાઈ અને ભાભી ઘરેથી બપોરે નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા ન હતા જેથી કરીને તેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી દરમિયાન તે બંનેના રણની ઢસી માંથી આપઘાત કરેલ હાલતમાં મળી આવ્યા હતા જેને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે આપઘાત કરતા પહેલા મૃતક શૈલેષભાઈ અને તેના પત્ની સરોજબેને કુલ મળીને પાંચ વીડિયો ક્લિપ બનાવી હતી જેમાં શૈલેષભાઈએ તેના માતા-પિતા સંબોધીને "મને માફ કરી દેજો, બેય માણસને માફ કરી દેજો, તમારા વિશ્વાસે છોકરાઓને મૂકીને જાઉં છું" એવું કહ્યું હતું અને તેના ભાભી સરોજબેને જે વીડિયો ક્લિપ બનાવી છે તેમાં તેને કહ્યું છે કે "અમે ઝેરી દવા પી જઈએ છીએ માવજી ઉર્ફે માવો, તેની બાયડી તેના બાપાએ બધુંય ખોટું મારી ઉપર આરોપ નાખી દીધો છે એની દાનત ખોટી હતી અને અત્યારે મને હલવાડી દીધી છે જેથી મારે મરવા સિવાય કોઈ છુટકારો નથી તમે એને સજા દેવરાવજો ભાઈ અને બહેન" તેવું કહીને વીડિયો ક્લિપ મૂકી હતી હાલમાં મૃતક દંપતીએ બનાવેલ ચારેય પાંચે વીડિયો ક્લિપ પોલીસને આપવામાં આવી છે અને મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે માવજીભાઈ, તેના પત્ની, તેની માતા અને તેના પિતાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News