હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા એક વૃદ્ધનું મોત, એકને ઇજા


SHARE













હળવદના સુસવાવ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા એક વૃદ્ધનું મોત, એકને ઇજા

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા પાસે કારના ચાલકે બાઈકને પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલા વૃદ્ધને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત વ્યક્તિએ સારવાર લીધા બાદ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કાનજીભાઈ રાજાભાઈ સાથલીયા જાતે કોળી (૬૫) એ કાર નંબર જીજે ૩૬ એફ ૦૮૦૧ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા પાસેથી તેઓ સામતભાઈ નવઘણભાઈ ભરવાડ (૭૦) ના બાઈક નં. જીજે ૩ ઇજે ૫૧૨૨ ની પાછળના ભાગમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતમાં સામતભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદી કાનજીભાઈને ડાબી આંખ ઉપર, બંને હાથમાં અને છાતીના ભાગે ઈજા થઈ હોય તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને સારવાર લીધા બાદ હાલમાં તેઓએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર આવેલ ધુતારીની વાડી પાસે ગાયત્રી આશ્રમ નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી સરકારી ખરાબની જગ્યામાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૯૦૦ લીટર આથો તેમજ ૧૦ લિટર તૈયાર દેશી દારૂ, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વિગેરે સાધન સામગ્રી મળીને કુલ ૩૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી શિવકુમાર ગાંડુભાઇ સુરેલા જાતે કોળી (૨૨) રહે. ધુતારીની વાડી નવલખી બાયપાસ પાસે ગાયત્રી આશ્રમ નજીક મૂળ રહે. ચીખલી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી નાગજીભાઈ ગોરધનભાઈ ઇંટોદરા જાતે કોળી રહે. ધૂતારીની વાડી નવલખી બાયપાસ પાસે ગાયત્રી આશ્રમ નજીક મૂળ રહે. અજીતગઢ વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News