મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ સ્મશાન નજીક યુવાન ઉપર બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને પડખાના ભાગે છરીનો ઘા ઝીકી દેવામાં આવ્યો હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર પર ગામે આંબેડકરનગરમાં રહેતો અમૃતભાઇ તેજાભાઈ મકવાણા નામનો ત્રીસ વર્ષીય યુવાન ગામના સ્મશાન પાસે હતો ત્યારે ત્યાં દિનેશ અને એક અજાણ્યા શખ્સે તેના ઉપર કોઈ કારણોસર હુમલો કર્યો હતો અને છરી વડે પડખાના ભાગે ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત અમૃતભાઈ મકવાણા ને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રફાળેશ્વર ગામના સ્મશાન પાસે દારૂ અને નોનવેજની બાબતે માથાકૂટ રીને યુવાનની સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાનને છરી મારવામાં આવી હતી તેવું હાલમાં ચર્ચા રહેવું છે

અકસ્માતમાં ઇજા

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મધુબેન મુકેશભાઈ પટેલ (ઉંમર વર્ષ 52) જઈ રહ્યા હતા ત્યારે સોલડી બ્રિજ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા મધુબેન પટેલ નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારી ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ રવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 58) નામના વૃદ્ધને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત વૃદ્ધને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News