મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક ટ્રક નીચે માથું કચડી નાખીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ


SHARE









મોરબીના લાલપર નજીક ટ્રક નીચે માથું કચડી નાખીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં બાઈકને ટ્રક ટેલરના ચાલકે હડફેટ લીધું હતું અને બાઇક સવાર યુવાનના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું જેથી ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામે આવેલ અજંતા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૨૦૪ માં રહેતા રઘુભાઈ હમીરભાઈ કોતરવાડીયા જાતે રાવલ (૫૦) એ ટ્રક ટેલર નં જીજે ૧૬ એઝેડ ૭૮૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઇડન કોમ્પલેક્ષની સામે સર્વિસ રોડ ઉપરથી તેનો દીકરો રાહુલ રઘુભાઈ કોતરવાડીયા (૧૯) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એઇ ૦૭૫૧ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું તોતિંગ ટાયર ફેરવી દીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રાહુલને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનારા ટ્રક ટેલરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે નિતેષ ફડીનાથ યાદવ (20) રહે. શ્રીસીયા જગદિશ ઓપેલ મોતીપુરા વિસ્તાર બિહાર વાળા ની ધરપકડ કરે છે

અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક ચોકડી પાસેથી કુળદેવી પાન તરફ જતા રસ્તા ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જયદીપસિંહ અનિરુદ્ધસિંહ વાઘેલા (ઉંમર વર્ષ 23) નામના યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ રહે છે

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી બાઈક લઈને હળવદ તાલુકાના વાકિયા ગામે રહેતા બેચરભાઈ રમેશભાઈ એરણીયા (ઉંમર વર્ષ 30) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક આડે ઝારકો સીરામીક પાસે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બેચરભાઈ એરણીયાને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News