મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાએ વતનમાં જવા માટે રૂપિયાની માંગતા પતિએ ન આપતા કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE









મોરબીમાં પરણીતાએ વતનમાં જવા માટે રૂપિયાની માંગતા પતિએ ન આપતા કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ વતનમાં જવા માટે તેના પતિ પાસે પૈસાની માંગણી કરી હતી ત્યારે તેણે આગામી પગારમાંથી રૂપિયા આપવા માટેનું કહ્યું હતું જેથી કરીને પરણીતાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વેલ ડેકોર સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મિતુભાઈ જાનાના પત્ની પુનમબેન (ઉંમર વર્ષ 23) પોતાના લેબર કવાર્ટર ની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં પરણીતા આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પૂનમબેનના પતિ મિતુભાઈ જાના સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે અગાઉ તેની પત્નીની સારવાર માટે તેણે અન્ય લોકો પાસેથી પૈસા લીધા હતા જેનું 60 થી 70 હજાર રૂપિયાનું તેના ઉપર દેવુ ચડી ગયું છે અને તે રકમ ભરવા માટે થઈને તે પોતાના પગારમાંથી બચત કરીને તે રકમ આપતો હતો અને ઘર ખર્ચ માટે થઈને તેની પત્નીને રૂપિયા આપતો હતો જોકે તેની પત્ની પુનમબેનને વતનમાં જવું હોય તેણે મિતુભાઈ પાસે પૈસાની માગણી કરી હતી અને તેણે આગામી પગાર આવે ત્યારે તેને પૈસા આપવા માટેનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા પૂનમબેને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયત્ન કર્યો હતો હાલમાં પરણીતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ઢોરા પાસે રહેતા શંકરભાઈ સવજીભાઈ દેવીપૂજક ઉંમર વર્ષ 50 ને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News