મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE









મોરબીમાં કુબેર ટોકીઝ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે સામસામે બે બાઈક અથડાયા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને હાલમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર આરોપીને પકડીને આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી વાંકાનેર હાઇવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની બાજુમાં સર્વિસ રોડ ઉપર આવેલ સુફિયાન ગેરેજ પાસેથી મોરબીના ઓરસન ઝોન ખાતે રહેતો અને મૂળ જુનાગઢનો કુલદીપ સુરેશભાઈ કાચા જાતે કડિયા કુંભાર (ઉંમર ૨૪) પોતાનું બાઈક ફિટનેસ ઝોન જીમ ખાતે જતો હતો ત્યારે સામેના બાઇક ચાલકે પોતાના હવાલા વાળું બાઈક નંબર જીજે ૩૬ એ ૭૫૧૯ તેની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં કુલદીપભાઈ સુરેશભાઈ કાચાને શરીરે અને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક કુલદીપભાઈના પિતા સુરેશભાઈ જીવરાજભાઈ કાચા જાતે કડિયા કુંભારવાસ (૫૫) રહે. વંથલી રોડ મધુરમ સોસાયટી વિજય લક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૪૦૪ જુનાગઢ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમ્યાન બી ડિવિઝન પોલીસે ઉપરોકત બનાવમાં બેદરકારીપૂર્વક વાહન હંકારીને કુલદીપ કાચાનું મોત નીપજાવનાર મયુરસિંહ ઉર્ફે મયુર વિક્રમસિંહ જાડેજા દરબાર (ઉમર ૨૩૦ હાલ રહે. લાલપર ગામની સીનમાં મોરબી મૂળ રહે. કોકા તા.ધોળકા જી.અમદાવાદ કે જે પોતાના ભાઈને મૂકીને પરત લાલપર તરફ જતો હતો અને ત્યારે કુલદીપ જીમમાં જવા માટે લાલપર તરફથી મોરબી બાજુ આવતો હતો ત્યારે કુલદીપને હડફેટે લીધો હતો. હાલ પોલીસે મયુરસિંહ જાડેજાની ધરપકડ કરી આગળની તપાસ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામના ઓવર બ્રિજ પાસે રફાળેશ્વર રોડ ઉપર અજાણ્યા વાહન સાથે અથડામણ થતા સાહિલ નરવતભાઇ ડામોર (૨૨) રહે. રૂલિયા સુલીયાત પંચમહાલ વાળાને ડાબા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવારમાં ખસેડાયો હતો જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસેથી અર્ધ બેભાન હાલતમાં ૧૦૮ વડે મહેન્દ્રસિંહ સીતારામ નામના ૨૫ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ. જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા જયાબેન ઉમેશભાઈ ચૌહાણ નામની ૩૦ વર્ષની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં સિવિલે ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ કરતા ખુલ્યુ હતુ કે સામાન્ય બાબતે પતિ સાથે બોલાચાલી થતા ઝપાઝપી થઇ હતી જેમા ઇજા થતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.




Latest News