મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ભાભી સાથે આડા સંબંધ રાખનારા પતિએ પત્નીને માર માર્યો


SHARE









મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ભાભી સાથે આડા સંબંધ રાખનારા પતિએ પત્નીને માર માર્યો

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતી પરિણીતાએ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ, સસરા અને કૌટુંબિક ભાભી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે કૌટુંબિક ભાભી સાથે તેના પતિને આડા સંબંધ હોય તેના પતિએ તું ગમતી નથી, તું જતી રહે, તારી કોઈ જરૂર નથી તેમ કહીને તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર નજીક પ્રેમજીનગરમાં રહેતી પરિણીતા કોકીલાબેન જયેશભાઇ શેખવાએ તેના પતિ જયેશભાઈ વેલજીભાઈ શેખવા, સસરા વેલજીભાઈ નથુભાઈ શેખવા અને કૌટુંબિક ભાભી રેખાબેન સંજયભાઈ શેખવા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ દ્વારા તું ગમતી નથી, તું જતી રહે, તારી કોઈ જરૂર નથી તેમ કહીને તેના ભાભી સાથે આડા સંબંધ રાખી તેને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો અને તેના સસરા અને કૌટુંબી ભાભીની ખોટી ચોડામણીના કારણે ફરિયાદી મહિલાને અવારનવાર ઘરકામ બાબતે માર મારીને ગાળો આપવામાં આવતી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મહિલાના પતિ, સસરા અને કૌટુંબિક ભાભી સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News