મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે કાર ચાલકે બાઈક અને હડફેટ લેતા પિતા-પુત્ર ઇજાગ્રસ્ત


SHARE









મોરબીના નાનીવાવડી ગામે કાર ચાલકે બાઈક અને હડફેટ લેતા પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

મોરબી નજીકના નાની વાવડી ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બેકાબુ કારના ચાલકે ડબલ સવારી બાઇક સહિત અન્ય એક વાહનને હડફેટે લેતા કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી જે પૈકી ઇજાગ્રસ્તને રાજકોટ લઈ જવાયા હોવાનું પણ જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા કિરીટભાઈ નથુભાઈ ચાવડા (૪૨), હમીરભાઈ મેપાભાઇ પીઠમલ (૫૦) અને કાનાભાઈ હમીરભાઈ પીઠમલ (૨૫) ને બાઈક અને કાર અકસ્માતમાં ઇજાઓ પહોંચતા ત્રણેયને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી કિરીટભાઈ ચાવડા અને હમીરભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.બનાવ નાની વાવડી ગામે આવેલ સમજુબા વિદ્યાલય પાસે બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ નજીક વરમોરા સીરામીક પાસે વાંકાનેર હાઇવે ઉપર સિરામીક યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા રાજન પરશુરામભાઈ હાલ રહે.વરમોરા સીરામીક ઢુવા(વાંકાનેર) વાળાને ઇજાઓ થતા સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

આધેડ મહિલા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કલ્પનાબેન વિપુલભાઈ સવસાણી નામના ૫૦ વર્ષીય મહિલા સ્કૂલેથી એકટીવા લઈને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમના એકટીવાને નવયુગ સ્કૂલ પાસે આવેલ યદુનંદનપાર્ક પાસે હડફેટ લેતા ઇજાઓ પામેલા કલ્પનાબેનને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેથી પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા નીતાબેન વાલાભાઈ વરૂ નામના ૪૬ વર્ષીય મહિલા એકટીવા લઈને જતા હતા ત્યારે વાવડી ચોકડીથી નવલખી ફાટકના વચ્ચેના રસ્તે તેઓના એકટીવાને પાછળના ભાગેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઇજાઓ થતા નિતાબેન વરૂને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News