મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે માર્બલના કારખાનાના લેબર કોલોનીમાં ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE









મોરબીના બેલા પાસે માર્બલના કારખાનાના લેબર કોલોનીમાં ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં માર્બલના કારખાનાના લેબર કોલોનીમાં ઊંચાઈ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને ઇજાઓ થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ ઇવીટી સ્ટોન નામના માર્બલના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મરોતિભાઈ રમેશભાઈ બ્રાહ્મણો (ઉંમર ૨૯) કારખાનામાં આવેલ લેબર ક્વાર્ટરની કોલોનીમાં હતા ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં ઊંચાઈ ઉપરથી નીચે પડી જવાના લીધે તેને ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પંકજ કારખાનામાં રહેતા વિનોદ દલપતભાઈ નગવાડીયા (ઉંમર ૬) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબીના વાંકાનેર દરવાજા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગઈ એવું હતું જેથી કરીને બાઇકમાં જઈ રહેલ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ ચુડાસમા (ઉંમર ૩૪) અને સુમિત્રાબા નિર્મળસિંહ જાડેજા (ઉમર ૫૮) ને ઈજા થઈ હતી માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી અસર

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મકુબેન સરદારભાઈ નાયક (ઉમર ૨૦) નામની મહિલાને વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News