હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ


SHARE







મોરબી જિલ્લામાંથી સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ

સંરક્ષણ દળમાં જોડાવા માંગતા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂમાં અરજી કરવી રહેશે

મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાઇ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા હેતુસર નવેમ્બર -૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગનો સમયગાળો ૧૫(પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાસક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડની નકલ, એડમીટ કાર્ડની નકલ, ર પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી - મોરબી ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી –મોરબીનો સંપર્ક કરવા કે કચેરીના કોલ સેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ માં ફોન કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ મોરબી જિલ્લાના પાંચ તાલુકા સેન્ટર પર કૃષિપાકો માટે  યુરિયાનો ૭૦૮૩ મેટ્રિક ટન અને ડીએપી રાસાયણિક ખાતરનો ૧૧૦૦ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. રવી સીઝનમાં હાલ મોરબી જિલ્લામાં ૩૨૦૯૫ હેક્ટરમાં ઘઉં, ૨૬૫૧૦ હેક્ટરમાં ચણા, ૯૦૬૮ હેક્ટરમાં રાયડો, ૭૪૧૫ હેક્ટરમાં ઘાસચારો, ૨૬૦૨૨ હેક્ટરમાં જીરૂ, ૭૫૧૦ હેક્ટરમાં ધાણા, ૪૬૮૫ હેક્ટરમાં વરિયાળી, ૧૭૩૯ હેક્ટરમાં લસણ અને ૧૬૧૬ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ શિયાળું પાક માટે યુરિયા અને ડીએપી સહિતના રાસાયણિક ખાતરનો કુલ ૧૨૩૩૦ મેટ્રિક ટનથી વધુ જથ્થો ઉપલબ્ધ છે જે પર્યાપ્ત માત્રામાં છે






Latest News