મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે બાઇક સ્લીપ થતા માથામાં ઇજા થતાં યુવાન સારવારમાં


SHARE









મોરબીના સામાકાંઠે બાઇક સ્લીપ થતા માથામાં ઇજા થતાં યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાઇક સ્લીપ થઈ જતા યુવાનને માથાના ભાગે ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર લોટસ એપાર્ટમેન્ટમાં રહેતો સાવન હસમુખભાઈ નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલની પાસે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજાઓ થવાથી તેને આયુષ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઇ સારદીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના રંગપર (જીવાપર) ગામની પાસે આવેલ એલીજ સિરામિકમાં કામ દરમિયાન ડાબો હાથ મશીનમાં આવી જતા હાથ ખભેથી કપાઈ જવાથી મજુર યુવાનને સારવારમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલીજ સિરામિકમાં મજૂરી કામ દરમિયાન માટી ખાતાના સાયલામાં માટી સાફ કરતા સમયે હાથ ખભેથી કપાઈ જતા પ્રેસભાઇ સવલાભાઈ મંડોળ જાતે આદિવાસી નામના ૧૬ વર્ષના (સગીરવયના) મજુરને સારવારમાં ખસેડાયો હતો.અત્રે નોંધનીય છે કે મોરબીના અનેક સિરામીક, પેપર મિલ તેમજ સનમાઇકા અને ઘડીયાલના કારખાનાઓમાં નાની વયના મજૂરો કામ કરતા હોય છે અને તેના માટેના સંલગ્ન સરકારી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું ન હોય છાશવારે આવા ગોજારા અકસ્માતો બને છે.જોકે બનાવ બને ત્યારે સમજાવીને મામલો થાળે પાડી દેવામાં આવતો હોય છે જેથી કરીને ફરિયાદ નોંધાતી નથી તે હકીકત છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તાર પાસે આવેલ નિધીપાર્કમાં રહેતા સીરીનબેન ગુલામભાઈ સાઇચા નામની ૨૨ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના જોધપર નદી ગામે રહેતા જયેશભાઈ જમનાદાસ રામાવત નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પાસે રોડ અકસ્માતમાં ઈજા થતાં ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

પોલીસકર્મી-મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મધુબેન જીતેન્દ્રભાઈ ડાંગરોચા નામની ૪૭ વર્ષીય મહિલા મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસેથી જતા હતા ત્યારે બાઇક ચાલકે તેમને હડફેટ લેતા ઇજા થતા તેઓને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ટ્રાફિક ફરજ દરમિયાન બાઇક રોકવા જતા બાઈકની ઠોકર લાગી જતા સુરેશભાઈ આલાભાઇ છૈયા નામના ૪૬ વર્ષના પોલીસકર્મીને ફરજ દરમિયાન ઇજા થતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.




Latest News