મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીના ફુવારામાંથી બાજુના ખેતરમાં પાણી ઉડતા યુવાન ઉપર બે મહિલા સહિત પાંચ વ્યક્તિનો હુમલો


SHARE









હળવદના ચરાડવા ગામે વાડીના ફુવારામાંથી બાજુના ખેતરમાં પાણી ઉડતા યુવાન ઉપર બે મહિલા સહિત પાંચ વ્યક્તિનો હુમલો

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે પાસે યુવાનની વાડીએ પાણીના ફુવારામાંથી બાજુના ખેતરમાં પાણી ઉડતુ હતું જે તેને સારું નહીં લગતા બે મહિલા સહિત પાંચ વ્યક્તિએ યુવાનને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને બે મહિલા સહિત પાંચ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રહેતા ધર્મેન્દ્રભાઇ નારયણભાઇ સોનગ્રા જાતે દલવાડી (૩૬) એ હાલમાં ગણેશભાઇ શીવાભાઇ દલવાડી, અક્ષયભાઇ ગણેશભાઇ દલવાડી, નીલેશભાઇ ગણેશભાઇ દલવાડી, કંચનબેન ગણેશભાઇ દલાવાડી અને નીલેશભાઇની પત્ની રહે. બધા જ ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની વાડીના પાણીના ફુવારાનુ પાણી આરોપીના ખેતરમા ઉડતુ હતું જે આરોપીઓને સારૂ ન લાગતા ફરીયાદીના ખેતરમાં આવી ફરીયાદીને શરીરે ગણેશભાઇ શીવાભાઇ દલવાડીએ ઊંધું ધારીયુ, અક્ષયભાઇએ લાકડાના ધોકો, નીલેશભાઇએ લોખડના પાઇપથી માર માર્યો હતો જેથી કરીને તેને પડખા, પાંસળી, વાંસા, છાતીના ભાગે ઇજાઓ થયેલ હતી અને અને આરોપીઓએ યુવાનને ગાળો આપીને છરીના ઘોદા મારી દેવાની ધમકી  આપી હતી અને કંચનબેન તેમજ નિલેષભાઈની પત્નીએ પાછળથી આવીને ફરીયાદી યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને બે મહિલા સહિત પાંચની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૪૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આઓપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News