મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ભારે કરી: રિસામણે બેઠેલ પત્નીએ ઇન્સટગ્રામમાં ફેક આઈડી બનાવી મોરબીમાં રહેતા પતિના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો !


SHARE









ભારે કરી: રિસામણે બેઠેલ પત્નીએ ઇન્સટગ્રામમાં ફેક આઈડી બનાવી મોરબીમાં રહેતા પતિના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો !

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની રિસામણે બેઠી છે અને યુવાનને હેરાન કરવા માટે થઈને તેણે પોતાના પતિના નામનું ઇન્સટગ્રામમાં ફેક આઈડી બનાવ્યું હતું અને અન્ય મહિલાને લગ્ન કરી લેવા માટેના મેસેજ મોકલાવતી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા પોતાની રિસામણે બેઠેલ પત્નીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં રહેતા જીગર ચુનીલાલ રાઠોડ જાતે મોચી (ઉમર ૨૫) નામના યુવાને તેની પત્ની હીના અનિલભાઈ ગોહેલ રહે. ઉમિયા ચોક ગોકુલધામ પાસે આરએમસી ફ્લેટ નં- ૧૮૮૬ રાજકોટ વાળીની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી તેની પત્ની હિન રિસામણે બેઠેલ છે અને તેની પત્નીએ તેને હેરાન કરવા માટે થઈને તેના જીઓ કંપનીના સીમ કાર્ડથી jigar_rathod (જીગર રાઠોડ) નામનું ખોટું આઈડી ઇન્સટગ્રામમાં બનાવ્યું હતું અને પાયલ સાવલિયા નામની વ્યક્તિને લગ્ન કરી લેવા માટે થઈને ફેક મેસેજ મોકલ્યો હતો આમ ફરિયાદી યુવાન તેમજ સાહેદને હેરાન કરવા માટે થઈને ફરિયાદી યુવાનની રિસામણે બેઠેલ પત્નીએ ઇન્સટગ્રામમાં ફેક આઈડી બનાવ્યું હોવાથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી ૨૦૦૦ ની કલમ ૬૬ ડી મુજબ યુવાનની રિસામણે બેઠેલ પત્ની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રિસામણે બેઠક યુવાનની પત્નીએ પાયલ સાવલિયાને મેસેજ મોકલવ્યા હતા જેથી કરીને તેને જિગરની સામે ફરિયાદ નોંધવાઇ હતી અને તેની તપાસમાં યુવાનની પત્નીએ ફેક આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે યુવાનની પત્ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News