મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની આદર્શ સોસાયટીમાં હોકી વડે મારમારીને પતિએ પત્નીનું માથું ફાડી નાખ્યું


SHARE









મોરબીની આદર્શ સોસાયટીમાં હોકી વડે મારમારીને પતિએ પત્નીનું માથું ફાડી નાખ્યું

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતી પરણીતાને તેના પતિએ હોકી વડે માર માર્યો હતો અને જેથી મહિલાને માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હતી અને તેના બાળકને પણ ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ પરિણીતાએ તેના પતિ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરા જાતે પટેલ (ઉંમર ૩૨) એ હાલમાં તેના પતિ નીરવભાઈ વલ્લભભાઈ રાજપરા રહે. આદર્શ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પતિ નીરવભાઈએ હોકી વડે તેને માર માર્યો હતો અને માથામાં હોકી મારી હોવાથી તેને માથામાં હેમરેજ જેવી ઈજા થયેલ છે અને આઠથી દસ જેટલા ટાંકા આવેલ છે તેમજ ડાબા હાથના કાંડામાં અને શરીરે પણ ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ તકે તેના દીકરા વિધાન રાજપરા (ઉંમર ૬)ને પણ ઇજા થઈ હતી જેથી કરીને માતા પુત્ર બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ શ્રદ્ધાબેન રાજપરાએ તેના પતિની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News