મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે ૨૯ લાખની લૂંટ કરનાર શખ્સો પોલીસના સકંજામાં


SHARE









મોરબીના પીપળી ગામ પાસે ૨૯ લાખની લૂંટ કરનાર શખ્સો પોલીસના સકંજામાં

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને પોતાના ઘર બાજુ જઈ રહેલા યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ તેને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જુદીજુદી ટીમો બનાવીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં લૂંટની ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પોલીસના સકંજામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી નજીકના પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) સીરામીક કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતી કિલન બનાવતી કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપની પીપળી ગામ પાસે આવેલ છે તેમાં કેસીયર તરીકે કામ કરે છે કે થોડા દિવસો પહેલા પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા

ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મહાદેવ મગન આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયાનું આંગળીઓ આવ્યું હતું તેમજ શેઠ હિતેશભાઈ ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ગયા હતા. આમ તેની પાસે કુલ મળીને ૩૦ લાખ રૂપિયા હતા જેમાંથી એક લાખ રૂપિયા તેણે ભાડા પેટે ચૂકવી આપ્યા હતા અને બાકીના ૨૯ લાખ રૂપિયા તેની પાસે હતા જે ૨૯ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી 

જેથી મોરબી તાલુકા, એલસીબી અને એસઓજીની જુદીજુદી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારુઓ સુધી પહોચવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લૂંટની આ ઘટનાને ડિટેક્ટ કરવામાં આવે તેના માટે ગણતરીની કલાકો ગણાઈ રહી છે અને પોલીસ દ્વારા કેટલાક શખ્સોને સકંજામાં લઈને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવતી કાલે સાંજ સુધીમાં લૂંટની ઘટનાને લઈને સત્તાવાર ડિટેકશનની માહિતી જાહેર કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા  છે




Latest News