મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ચૂંપણી ગામની વાડીએ ચીકુના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પકડાયા, બે ફરાર


SHARE









હળવદના ચૂંપણી ગામની વાડીએ ચીકુના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પકડાયા, બે ફરાર: ૭૧૨૦૦ નો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ચૂંપણી ગામે આવેલ વાડીએ ચીકુના ઝાડની નીચે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી પાંચ જુગારીને ઝડપી લીધા હતા જો કે, બે જુગારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયા હતા અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૭૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છૂટેલા જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચૂંપણી ગામે આથમણી સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં રોહિતભાઈ ચંદુભાઈ કાલરીયાની વાડી આવેલ છે ત્યાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીમાં ચીકુના ઝાડની નીચે જુગાર રમતા રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા જાતે પટેલ (૨૮) રહે. ચુપણી ખેતરડી તરીકે ઓળખાતી વાડીમાં તાલુકો હળવદ, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા જાતે પટેલ (૪૫) રહે. નવી પીપળી શંકરના મંદીર વાળી શેરીમાં તાલુકો મોરબી, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા જાતે પટેલ (૩૨) રહે. વાવડી રોડ, કુબેર નગર બ્લોક નં-૧૦૨ મોરબી, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા જાતે પટેલ (૫૨) રહે. નવી પીપળી હનુમાનજીના મંદીર પાછળ મોરબી અને દિપકભાઇ ધનસુખભાઇ કાવર જાતે પટેલ (૩૦) રહે. નવી પીપળી ચાર સોવાર પ્લોટ મોરબીને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે ૭૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી જો કે પોલીસને જોઈને દિનેશભાઇ બાલજીભાઇ જગોદણા જાતે પટેલ રહે. નવી પીપળી તાલુકો મોરબી અને પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા રહે. વાવડી રોડ મોરબી મુળ લુટાવદર વાળાના નાસી ગયેલ છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે




Latest News