મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના સ્ટેશન રોડ અને ઘૂટું ગામેથી બે બાઈકની ચોરી


SHARE









મોરબીના સ્ટેશન રોડ અને ઘૂટું ગામેથી બે બાઈકની ચોરી

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુભવન પાસેથી તેમજ મોરબીના ઘૂટું ગામ પાસેથી એક એક બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા બંને યુવાન દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદીજુદી બાઇક ચોરીની બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીના બંને ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરની બાજુમાં શાંતિવન સોસાયટીમાં રહેતા કમલેશભાઈ મંડણભાઈ કરોતરા જાતે રબારી (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુભવનની બાજુમાં હનુમાનજી મંદિર વાળી શેરીમાં તેને પોતાનું બાઈક નં જીજે ૩ બીએચ ૬૨૦૫ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સે ચોરી કરી છે જેથી ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની કમલેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો મોરબી નજીકના ઘૂટું ગામે ખરાવાડ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ પ્રેમજીભાઈ સોરીયા જાતે પટેલ (૩૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ઘૂટું ગામે ખરાવાડ વિસ્તારમાં તેને પોતાનું બાઈક નં જીજે ૩૬ એન ૩૯૯૬ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જયદીપ પાઉભાજી વાળી શેરીમાંથી પસાર થતાં બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦  રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મનોજભાઈ નંદલાલભાઈ ચૌહાણ (૩૪) રહે. મોચી શેરી મોરબી તેમજ સરતાજભાઈ સલીમભાઈ અન્સારી (૩૦) રહે. જોન્સનગર શેરી નં-૧૦ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News