મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકી વૃદ્ધે કર્યો આપઘાત


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકી વૃદ્ધે કર્યો આપઘાત

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ શેરીમાંથી હતા ત્યારે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી ગયા હોવાથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે પોતાના ઘર પાસેથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડીને વૃદ્ધે શા માટે થઈને આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬) પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓની શેરીમાંથી ટ્રેક્ટર ટ્રૉલી સાથે પસાર થઈ રહયું હતું ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કરતા સીધા જ તેને ટ્રેક્ટરની આડે પડતું મુક્યુ હતું અને ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક જયંતીભાઈના ભાઈ ભરતભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જો કે, મૃતક વૃધ્ધે કયા કારણોસર પોતાના ઘર પાસેથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકીને આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે




Latest News