મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડના મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE









મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડના મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૦ બોટલો સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૪૩૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા કમલેશભાઈ સોનાગ્રાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪૩૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રા જાતે સતવારા (૨૫) રહે. હાઉસિંગ બોર્ડ બ્લોક નં-૪૫૧ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

ઝેરી દવા પીધી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ગુલશનબેન રફિકભાઈ શેખ (ઉંમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News