મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં દારૂની બે રેડ: ૩૫ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE









મોરબી-માળીયામાં દારૂની બે રેડ: ૩૫ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ભેખડની વાડી પાસે બાવળની કાટમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૨૯ બોટલ સાથે એક ઝડપાયો હતો અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે માળીયાના ઘાટીલા ગામ નજીકથી દારૂની છ બોટલ સાથે એક શખ્સ પકડાયેલ છે

મોરબી નજીકના રવાપર ગામથી આગળના ભાગમાં ભેખડની વાડી પાસે બાવળની કાટમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૯ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૯૭૫૫ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ત્યાંથી આનંદ સુરેશભાઈ અઘારા જાતે પટેલ (૨૧) રહે. મુનનગર ચોક ચંદ્રેશનગર ઉમા પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૫૩ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મોરબીના સનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને આ ગુનામાં પકડવા માટે તજવીજ શરૂ કરી છે

છ બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૧) રહે. શક્તિ પ્લોટ જુના ઘાટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો થઈ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News