મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે રેડ, ૧૧૪ બોટલ દારૂ કબજે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીમાં દારૂની બે રેડ, ૧૧૪ બોટલ દારૂ કબજે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ

મોરબીના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસની બાજુમાં તેમજ વાવડી રોડ ઉપર કબીર આશ્રમની બાજુમાં ભક્તિનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને જેમાં કુલ મળીને દારૂની ૧૧૪ બોટલો પોલીસે કબજે કરી હતી અને એક આરોપીને પકડેલ  છે જો કે, બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને હાલમાં પોલીસે ૪૭૨૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસની બાજુમાં રહેતા શબ્બીરભાઈ આદમભાઈ ઉર્ફે આદુભાઇ સેડાતના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો આવવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૯૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૯૨૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શબ્બીરભાઈ આદમભાઈ ઉર્ફે આદુભાઇ સેડાત ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમની બાજુમાં ભક્તિનગર-૨ માં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ભાર્ગવભાઈ સુધીરભાઈ વિઠલાપરા જાતે વ્યાસ (૩૦) ના રહેણાંક મકાનમાંથી દારૂની ૨૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૦૪૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી




Latest News