માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીથી હરિયાણાના પાણીપથમાં મોકલાવેલ કોલસો સગેવગે કરીને ૫.૧૬ લાખની છેતરપિંડી


SHARE







મોરબીથી હરિયાણાના પાણીપથમાં મોકલાવેલ કોલસો સગેવગે કરીને ૫.૧૬ લાખની છેતરપિંડી

મોરબીથી હરિયાણાના પાણીપથમાં કોલસો ભરેલ ટ્રક મોકલવામાં આવ્યો હતો જોકે કોલસો ખરીદી કરનારને માલ ન પહોચાડીને ટ્રકના માલિક આ ને ડ્રાઇવરે તેને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો અને માલ પહોચાડવા માટે ભાડું પણ એડ્વાન્સમાં આપવામાં આવ્યું હતું જે પણ ઓળવી ગયેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કુલ મળીને ૫,૧૬,૭૧૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાથી યુવાને હાલમાં ટ્રકના માલિક અને ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના આદિપુરમાં રહેતા અને મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ઓફિસ ધરાવતા રાવજીભાઈ હસમુખભાઈ શુકલ (૪૪) એ હાલમાં રામસિંગ સુરજમલ યાદવ રહે. શાહપુરા જયપુર રાજસ્થાન અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ રહે. જયપુર રાજસ્થાન વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભડીયાદ રોડ ઉપરથી રામસિંગ સુરજમલ યાદવના ટ્રક નંબર આરજે ૧૪ જીએચ ૪૪૨૫ માં ૪,૧૦,૭૬૭ ની કિંમતના કોલસાનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને તે માલને હરિયાણાના પાણીપથમાં આવેલ નારાયણ કંપની ખાતે પહોંચાડવાનો હતો અને આ કામ માટે એડવાન્સમાં ૧,૦૫,૯૪૩ રૂપિયા ટ્રકનું ભાડું પણ આપી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ ટ્રકના માલિક અને ડ્રાઇવરે મળીને કોલસાનો જથ્થો મૂળ જગ્યાએ ન પહોંચાડીને વિશ્વાસઘાત કર્યો હતો અને ત્યારબાદ ટ્રકના માલિકે કોલસાનો જથ્થો માલની ખરીદી કરનાર પાર્ટીને પહોંચાડી આપશે તેવું કહ્યું હતું પરંતુ માલનો જથ્થો ન પહોંચાડીને ટ્રકના માલિક અને તેના ભાઈએ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે લક્ષ્મી પ્લાઝામાં ફોર્ચ્યુન લોજિસ્ટિક નામની ઓફિસ ધરાવતા ફરિયાદી રાવજીભાઈ હસમુખભાઈ શુકલ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી તેમણે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના માલિક અને ડ્રાઇવરની સામે ૫,૧૬,૭૧૦ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News