મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

હળવદની મેરૂપર શાળામાં દૂધ મંડળી દ્વારા વિદ્યાર્થીઓએ માટે આર.ઓ. અર્પણ


SHARE









હળવદની મેરૂપર શાળામાં દૂધ મંડળી દ્વારા વિદ્યાર્થીઓએ માટે આર.ઓ. અર્પણ

શિક્ષણ એ આજનાં સમાજની જરુરિયાત  છે વર્તમાન સમયમાં સરકારી શાળા ખાનગી શાળા કરતાં અદકેરી સુવિધાસભર બને એવા ઉમદા આશયથી મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેરુપર પે સેન્ટર  શાળામાં આગવો સહયોગ પુરો પાડતી રહી છે. ત્યારે મેરુપર શાળાની હરિયાળી જોઈ સૌ કોઇનું ત્યાં મન ઠરે તે નિશ્ચિત છે તેમજ બાળકો અને બગીચાને પાણી મળી રહે તે માટે એક અનામી દાતાએ ૨,૦૦,૦૦૦ નું દાન આપીને શાળામાં બોરની સુવિધા ઉપલબ્ધ કરવી આપી છે જેથી કરીને શાળાના ૫૦૦ વિદ્યાર્થીઓને પીવાના પાણીનો પ્રશ્ન કામી ધોરણે ઉલેકાય ગયેલ છે ત્યારે આ બોરના પાણીને શુદ્ધ કરવા માટે ઈન્ડસ્ટ્રીયલ આર.ઓ પ્લાન્ટ મુકવાની જરુરિયાત જણાઈ હતી જે જરુરિયાતને  મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી આગળ આવી હતી અને મંડળીનાં પ્રમુખ વિરમભા ખેર અને મંત્રી શાંતિલાલ બજાણિયા દ્વારા  રુપિયા ૧,૦૦,૦૦૦ નો ચેક શાળાને એચ.ડી.એફ.સી બેંક મેનેજર હળવદની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો હતો આ અગાઉ પણ મેરુપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા શાળામા સી.સી ટી.વી કેમેરા માટે ૧,૦૦,૦૦૦ નું અનુદાન અને વોટરકુલર માટે ૩૦,૦૦૦ નું અનુદાન મળેલ છે. અને નાના મોટા પ્રસંગોમા મંડળી હમેશા શાળામા રચનાત્મક  સહયોગ આપી સેવાનું ઉત્તમ પ્રેરણાદાયી  કાર્ય  કરતી રહી છે. જેથી શાળાના આચાર્ય સહિતના સ્ટાફે મંડળીનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News