મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ નજીક ટાયર ફાટતા બોલેરો પલ્ટી જતાં સાત વ્યક્તિને ઇજા


SHARE









મોરબીના ગાળા ગામ નજીક ટાયર ફાટતા બોલેરો પલ્ટી જતાં સાત વ્યક્તિને ઇજા

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી બોલેરો ગાડી પસાર થતી હતી ત્યારે તે ગાડીનું ટાયર ફાટતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે કારમાં બેઠેલા સાત વ્યક્તિને ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૂળ ગોધારાના રહેવાસી અને હાલ કચ્છના અંજાર ખાતે રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતાં સાત યુવાનો મોરબી તાલુકાનાં વાવડી ગામે મંડપ સર્વિસનું કામ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મંડપ સર્વિસનું કામ પૂરું કરીને તે લોકો બોલેરો ગાડીમાં વાવડીથી પાછા અંજાર બાજુ જતાં હતા ત્યારે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટિયા પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી કરીને ગાડીમાં બેઠેલા યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવમાં રાજેશ બારીયા (૨૪), રમેશ ડામોર (૩૦),  દશરથ બુધા નાયક (૧૯),  અશ્વિન રંગીત બારીયા (૨૦), કાળું નાયક (૧૫), વિક્રમ રંગીત બારીયા (૨૭), દિલીપ ડામોર (૩૦)ને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા હાલમાં મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News