દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે કાર બાજુમાંથી ચલાવવા બાબતે થયેલ ઝઘડામાં સારવરમાં રહેલ શખ્સની ધરપકડ


SHARE









મોરબીના શનાળા ગામે કાર બાજુમાંથી ચલાવવા બાબતે થયેલ ઝઘડામાં સારવરમાં રહેલ શખ્સની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે બાજુમાંથી કાર ચલાવવા બાબતે ઝઘડો થયો હતો જેમાં બાજુબાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે થયેલ સામસામી મારામારીમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે સામસામે ફરિયાદો નોંધાઈ હતી જેમાં એક ઇજાગ્રત સારવારમાં હોય હાલ તેની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવે છે.

મોરબીના શનાળા ગામના પંકજ પ્રેમજી વાઘેલા (૨૦) નામના યુવાનને મારામારાના બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકએ બાજુમાં રહેતા નીતિન મહેશ સોલંકી, રાહુલ મહેશ સોલંકી અને મહેશ બાબુ સોલંકી રહે. શનાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓએ નીતિનને ફુલ સ્પીડમાં ફોરવીલ ગાડી બાજુમાંથી ચલાવવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરી નીતિને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકો તેઓને બરડાના ભાગે માર્યો હતો. જ્યારે રાહુલે પોતાના હાથમાં રહેલ પાઇપ વડે મારમારી સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી તથા મહેશ બાબુ સોલંકી દ્વારા ઉપરોક્ત બંનેનું ઉપરાણું લઈને તેઓને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જે દરમિયાનમાં નીતિને ગાળો આપી જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે બનાવમાં સામસામે મારામારી થઈ હોય મહેશ બાબુ સોલંકી (ઉમર ૪૫) રહે.શનાળા મોરબીને પણ ઇજા પહોંચી હોય તેને સારવારમાં ખસેડાયો હતો અને તે હાલ સારવાર હેઠળથી સાજો થઇ જતા તેની ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેલ રોડ ઉપર કબીર ટેકરી નજીક રહેતા છોટનભાઈ ઇસ્માઈલભાઈ નામના ૩૩ વર્ષના યુવાનને મોરબીના મુનનગર ચોક પટેલ પાનની પાસે બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઈજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક રહેતા સુનિલભાઈ ગિરધરલાલ નામનો ૧૭ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા સીરામીકની પાસેથી પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા ઓટો રીક્ષાના ચાલકે તેને હડફેટ લેતા ૧૦૮ વડે સુનિલભાઈને હડફેટ લેતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા હાલમાં વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય વાંકાનેર પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના મકનસર ગામે રહેતા સંજય બેચરભાઈ કાંજીયા નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવો શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો.




Latest News