મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી નજીકના મોટી વાવડી ગામે ભારત વિકાસ પરિષદનું પારિવારિક સ્નેહ મિલન યોજાયું


SHARE









મોરબી નજીકના મોટી વાવડી ગામે ભારત વિકાસ પરિષદનું પારિવારિક સ્નેહ મિલન યોજાયું

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનો સન્માન સમારોહ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો માટે પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના મોટી વાવડી ગામે પાસે આવેલ માતૃ કૃપા ફાર્મહાઉસ ખાતે આ કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જે અંતર્ગત ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા કરાઓકે સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં શાખાના દરેક સભ્યો તેમજ બાળકો દ્વારા ખૂબ સરસ રીતે અલગ અલગ ગીત રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આરએસએસ  મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકીયા, સંસ્કૃત ભારતીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, સીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગ્રામ્ય કક્ષાના અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહીને સભ્યોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં મોરબી શાખાના ઉપપ્રમુખ અને મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાનું ભારત વિકાસ પરિષદના પારિવારિક સભ્યો દ્વારા પુસ્તકપુષ્પ વડે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં શાખાના વિકાસ અને ઉત્કર્ષ માટે રાજેશભાઇ બદ્રકિયા, ડૉ જયેશભાઇ પનારા, ડો મનુભાઈ કૈલા દ્વારા  માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે પ્રમુખ જયેશભાઇ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મનુભાઈ કૈલા, ખજાનચી ચિરાગભાઈ હોથી, સહમંત્રી મનહરભાઈ કુંડારિયા, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંયોજક વિશાલભાઈ બરાસરા, હિંમતભાઈ મારવાણિયા, પ્રચાર પ્રસાર પંકજભાઈ ફેફર, હરદેવભાઈ ડાંગર, ચેતનભાઈ સાણંદીયા, વિનુભાઈ મકવાણા, દિનેશભાઇ હૂંબલ, રાકેશભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈ, કેયૂરભાઈએ જહેમત ઉઠાવી હતી




Latest News