મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જીઆઇડીસીમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને બે લોકોએ લમધાર્યો, સામે ચોરને છરી હલાવતા બેને ઇજા


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે જીઆઇડીસીમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને બે લોકોએ લમધાર્યો, સામે ચોરને છરી હલાવતા બેને ઇજા

મોરબી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભરપૂર ઘરફોડ ચોરી, વાહન ચોરીના બનાવો બની રહ્યા છે તે રીતે જ મોરબીના ઢુવા-સરતાનપર રોડ, જેતપર-પીપળી રોડ સહિતના વિસ્તારોમાં એકલદોકલ વ્યક્તિઓને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો પણ નોંધાયા છે જોકે તેની ફરિયાદ યેનકેન પ્રકારે ફરીયાદો નોંધાઇ નથી તે હકીકત છે.

દરમ્યાનમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર જીઆઇડીસીમાં એવરેક્ષ મેટ્રો ફેબ્રિક નામના કારખાનામાં ચોરીના ઇરાદે આવેલ ઇસમને બે લોકોએ માર માર્યો હતો જેથી ચોરીના ઇરાદે આવેલ ઇસમને ૧૦૮ વડે સારવારમાં ખસેડવો પડ્યો હતો.જ્યારે સામેના પક્ષે ચોરીના ઇરાદે આવેલ શખ્સ દ્વારા છરી વડે કારખાનાના બે લોકોની ઉપર હુમલો કરવામાં આવતા બે ઇજાગ્રસ્તોને પણ સારવારમાં ખસેડાયા હતા. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ એવરેક્ષ મેટ્રો ફેબ્રિક નામના કારખાનામાં કામ કરતાં શિવાસીંગ અમરબહાદુર સિંગ (૨૨) અને પ્રવેશભાઈ દેસરાજભાઈ (૨૫) બંનેને ઇજા પહોંચતા શહેરની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ચોરીના ઇરાદે કારખાનામાં આવેલ સતીશ રમેશભાઇ ડેડવાણીયા (૨૨) રહે.વીસીપરાવાળાને પણ મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેને ૧૦૮ વડે સિવિલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો હાલ બંને તરફથી નિવેદનો નોંધવાની આગળની કાર્યવાહી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી જીલ્લામાં ભારે માત્રામાં ખાણ ખનીજની ચોરી થતી જોવા મળે છે ખૂબ મોટી સંખ્યામાં ખનીજ વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં અને પ્રતિબંધિત સમયે પણ પરિવહન કરતા જોવા મળે છે.પરંતુ સ્થાનિક પોલીસ, આરટીઓ વિભાગ અને સંલગ્ન ખાણ ખનીજ વિભાગ સહિતનાઓ દ્વારા ક્યાંકને ક્યાંક આંખ આડા કાન કરવામાં આવે છે જેથી કરીને સરકારને ભારે મોટી માત્રામાં રેવન્યુની ખોટ સહન કરવી પડે છે જોકે સરકારી ચોપડે "કામગીરીની રંગોળી" પાથરવા સમયાંતરે કેસ કરવામાં આવે છે. જે મુજબ મોરબીમાં છેલ્લા દિવસોમાં વધુ બે વાહનો સામે દંડ વસૂલવા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખાણ ખનીજ વિભાગના એમ.આર.ગોજીયા દ્વારા વાહન ટ્રેલર નંબર આરજે ૫૨ જીબી ૯૯૭ ના ડ્રાઈવર દારાસિંગ માનસિંગ રાજપુત રહે.સીકર રાજસ્થાન વાળા વિરુદ્ધ દંડ વસૂલવાની કાર્યવાહી કરવા વાહનને પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.જ્યારે વધુમાં એમ.આર.ગોજીયા દ્વારા બિનઅધિકૃત રીતે ખનીજનું પરિવહન કરતાં મળી આવેલ વાહન નંબર જીજે ૧૨ બીએકસ ૨૧૯૧ નંબરના ડમ્પરને અટકાવીને તેના ચાલક ટીના લધુ ઠાકોર રહે.ઇન્દીરાનગર સામાકાંઠે મોરબી-૨ વાળા વિરુદ્ધ દંડ વસૂલવાની કાર્યવાહી કરવા વાહન પોલીસ હવાલે કરાયું હતું.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા સોલડી ગામના વતની ગંગાબેન ગણેશભાઈ પટેલ નામના ૮૨ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને હિતેશભાઈના ઘરેથી ગામમાં આવેલ ચેતનભાઇના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલા ગંગાબેન પટેલને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.મોરબીના વીસીપરામાં આવેલા વિજયનગરમાં રહેતા કરીમાબેન હસનભાઇ શેરસીયા નામની ૪૦ વર્ષની મહિલાને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા




Latest News