મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE







હળવદના માનગઢ ગામે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

હળવદના માનગઢ ગામે સબસેન્ટર ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી  સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૨૧૩ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ન્યુરોસર્જન ,ઓર્થોપેડીક સર્જન,કાડિયોલોજી,જનરલ સર્જન,યુરો સર્જન આયુષ હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભટ્ટી, એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. પિનલ તથા આયુષ હોસ્પિટલ ના ડો. સ્મિત પ્રજાપતિ અને ડો. હેમા કંસારિયા બેન તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.






Latest News