મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE





મોરબીની હરિઓમ સોસાયટીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી જેમાં મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ વિરાણીના પત્ની વનિતાબેન (ઉંમર ૩૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલ એ.એસ.આઇ. એ.આર.સારદીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મહિલાનો લગ્ન ગાળો ૧૧ વર્ષો છે અને તેને ૯ વર્ષનું એક સંતાન પણ છે જો કે, મહિલાને ટીબીની બીમારી હતી જેનાથી કંટાળીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે




Latest News