મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહીને હળવદના ઢવાણા ગામે પિતા-પુત્રને માર માર્યો


SHARE





અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહીને હળવદના ઢવાણા ગામે પિતા-પુત્રને માર માર્યો

હળવદ તાલુકાના ઢવાણા ગામે અમારી વાડીમાં માઇનોર કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી તેવું કહીને આધેડ અને તેના દીકરાને ત્રણ શખ્સો દ્વારા પાઇપ, લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા કાલિકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા જાતે દરબાર (ઉંમર ૫૨) એ હાલમાં ભુપતભાઈ ડાયાભાઈ રાઠોડ, રણજીતભાઈ ભુપતભાઈ રાઠોડ અને મહિપતભાઈ ભુપતભાઈ રાઠોડની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેના ઘરની સામેના ભાગમાં આવીને કેમ અમારી વાડીમાં માઇનોર કેનાલમાં પાણી આવવા દેતા નથી તેમ કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ ભુપતભાઈ રાઠોડે લોખંડના પાઇપ વડે ફરિયાદી કાલિકાકુમારને કાનના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા રણજીતભાઈ અને મહીપતભાઈએ ફરિયાદીના દીકરા દિવ્યરાજસિંહ ઢીકાપાટુ તથા લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કાલિકાકુમાર ઝાલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News