મોરબી-ટંકારામાં દારૂની ૧૫૯ બોટલ સાથે ચાર શખ્સ પકડાયા
SHARE
મોરબી-ટંકારામાં દારૂની ૧૫૯ બોટલ સાથે ચાર શખ્સ પકડાયા
ટંકારાના ખીજડીયા રોડ ઉપર પુલિયા પાસેથી અલ્ટો કાર પસાર થતી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૫૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૮૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ૭૦ હજાર રૂપિયાની કાર આમ કુલ મળી ૧૨૮૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ખીજડીયા રોડ ઉપર પુલીયા પાસેથી અલ્ટો કાર નંબર જીજે ૧ એચએમ ૪૩૬૭ પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૫૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૮૮૦૦ ની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો તેમજ ૭૦૦૦૦ ની કિંમતની કાર આમ કુલ મળીને ૧૨૮૮૦૦ ની કિંમતનો મુદ્દામાન કબજે કર્યો હતો અને આરોપી ઋષિરાજ અનિરુદ્ધસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૭) રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે.
બે બોટલ દારૂ
મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં શિવમ ભરડિયા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રવીણભાઈ મોહબતભાઈ ગેડિયા જાતે કોળી (૨૦) તેમજ દેવરાજભાઈ વલ્લભભાઈ ગેડીયા જાતે કોળી (૨૦) રહે. બંને ઇન્દિરા નગર મોરબીવાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
એક બોટલ દારૂ
મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૭ ના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કબીરભાઈ સલીમભાઈ ભટ્ટી જાતે મિયાણા (ઉંમર ૨૨) રહે. જોન્સનગર શેરી નં-૮ વાળાની ધરપકડ કરેલ છે.
મોરબી જિલ્લાના ટુ-ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
જિલ્લાના ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સીરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા.૧૯ થી શરૂ થનાર છે. આગામી તા.૧૯ થી ૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૧ થી ૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી બે દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રોહિત પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.