મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ વાહન અકસ્માતમાં પાંચને ઇજા થતા સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીમાં ત્રણ વાહન અકસ્માતમાં પાંચને ઇજા થતા સારવારમાં ખસેડાયા

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના કમુબેન નરસીભાઈ ડાંગર (૪૦) અને સોમીબેન સુખાભાઈ ડાંગર (૭૦) બંને પીપળીયા ચોકડી નજીક હતા ત્યારે ત્યાં અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા બંનેને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને વધુ સારવાર માટે સોમીબેનને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જયારે અકસ્માતના બીજા બનાવમાં મોરબીના હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતો યશ હસમુખભાઈ માલાસણા નામનો ૨૦ વર્ષનો યુવાન પોતાના ઘરેથી બાઈક લઈને કામ સબબ મોરબી આવ્યો હતો અને અહીં પીપળી રોડ ઉપર મામા કાંટા નજીક તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા ઈજાઓ થતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સામેના બાઇકમાં રહેલ ટંકારાના નસીતપર ગામના આનંદ જયસુખ દેત્રોજા નામના ૨૦ વર્ષના યુવાનને પણ ઇજા પહોંચી હોય બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે અકસ્માતનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના રામેશ્વર અને ગાંધીનગર ગામ વચ્ચે બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલ વલમજીભાઇ પોપટભાઈ કૈલા (૫૫) રહે.ગાંધીનગર મોટી વાવડી તા.મોરબી વાળાના બાઇકને ટ્રેક્ટરના ચાલકે હડફેટે લેતા વલમજીભાઈ કૈલાને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા નિઝામ હૈદરભાઈ જેડા નામના ૨૯ વર્ષના યુવાને કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના મહિકા ગામના રહેવાસી નૂરીબેન નુરમામદભાઈ બાદી નામના ૭૯ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બનેલ અકસ્માતના બનાવમાં ઈજા પામેલ નૂરીબેન બાદીને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ

મહારાષ્ટ્રની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો ગુનો મહારાષ્ટ્ર ખાતે નોંધાયો હતો જે બનાવમાં ટેકનીકલ માધ્યમોના આધારે મહારાષ્ટ્ર પોલીસે તપાસ હાથ ધરીને મોરબી આવીને ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ વિક્રમસિંહ જોરૂભા ઝાલા મૂળ રહે.થળા ધાંગધ્રા સુરેન્દ્રનગર હાલ રહે.શિવશક્તિ સોસાયટી માળિયા વનાડીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવા માટે મહારીષ્ટ્ર લઈ ગયેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.




Latest News