મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા યોજાતા ઈનોવેશન ફેરમાં આગામી વર્ષે શિક્ષકો ભાગ ન લે તેવો ગણગણાટ !


SHARE





મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા યોજાતા ઈનોવેશન ફેરમાં આગામી વર્ષે શિક્ષકો ભાગ ન લે તેવો ગણગણાટ !

 મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં મોરબી જિલ્લાના એક જ તાલુકાની કૃતિ પસંદગી કરવામાં આવી છે જેથી તે શિક્ષકો હવે રાજયકક્ષાએ ઈનોવેશન ફેરમાં ભાગ લેવા માટે જશે જેથી કરીને અન્ય તાલુકાનાં શિક્ષકોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, ઈનોવેશન ફેરમાં લાગવગશાહી ચાલી રહી છે અને આ નિર્ણયથી ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી છે

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- રાજકોટ દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણકાર્યમાં કરે નવાચારનૂતન પદ્ધતિ અને પ્રયુક્તિઓને સતત બે દિવસ સુધી  પ્રદર્શિત કરવામાં આવે છેજિલ્લાની દરેક શાળામાંથી એક એક શિક્ષકો આ ઈનોવેશન ફેર નિહાળવા આવે છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છેઅને જિલ્લાની તમામ શાળામાંથી આવેલ શિક્ષકો દ્વારા પણ મૂલ્યાંકન સીટ ભરવામાં આવે છે પણ જે તે તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોની કૃતિનું મૂલ્યાંકન અન્ય તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

આ વર્ષે યોજાયેલ ટંકારા આર્યમ વિદ્યાલય ખાતે યોજાયેલા ઈનોવેશન ફેરમાં  મોરબી તાલુકામાંથી ૧૫ કૃતિમાળીયામાંથી ૫હળવદમાંથી ૧૧ટંકારામાંથી ૧૩વાંકાનેરમાંથી ૭ કૃતિ આમ કુલ ૫૧ જેટલી ઈનોવેટિવ કૃતિ રજૂ થઈ હતી જે પૈકી પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવાની હોય છે અને ઈનોવેટિવ ટીચર્સ દ્વારા અમને મળતી માહિતી મુજબ તમામ પાંચેય કૃતિઓ ટંકારા એક જ તાલુકાની પસંદ થયેલ છે અને પસંદ થયેલ કૃતિઓ કરતા બીજી ઘણી બધી સારી કૃતિઓ હોવા છતાં ટંકારા એક જ તાલુકાની કૃતિ પસંદ થયેલ હોય મૂક્યાંકનકારો દ્વારા લાગવગ કરી એમના મળતીયાઓની જ કૃતિ પસંદ કરેલ છે અને શિક્ષકો દ્વારા કરેલ મૂલ્યાંકન ધ્યાનમાં લીધા વગર જ મનફાવે તેમ કૃતિની પસંદગી કરેલ છે.

ગયા વર્ષે પણ પાંચ કૃતિ પૈકી ત્રણ કૃતિ ટંકારા તાલુકાની પસંદ કરવામાં આવેલ હતી આમ ઈનોવેશન ફેરમાં દર વર્ષે મોરબી જિલ્લાના અન્ય ચાર તાલુકાના શિક્ષકોને ભારોભાર અન્યાય કરવામાં આવે છે રાજ્ય અને જિલ્લા લેવલે એક જ તાલુકાના શિક્ષકો સારૂ કાર્ય કરે છે અન્ય તાલુકાના નથી કરતા એવું ચિત્ર ઉભું થાય છે જેથી કરીને દિલથી કામ કરતા અને ઘણા દિવસની મહેનત પછી ઈનોવેશન તૈયાર કર્યું હોય અને સાચું મૂલ્યાંકન ન થતું હોય ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી ફેલાયેલ છે અને યોગ્ય તપાસ કરીને ન્યાય નહિ આપવામાં આવે તો આવતા વર્ષે ઈનોવેશન ફેરમાં ભાગ ન લેવાનું પણ ઘણા શિક્ષકો વિચારી રહ્યા છે.




Latest News