મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સદસ્યએ સરકારની નોટીસને મજાક બનાવી નાખી: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE





મોરબી પાલિકાના સદસ્યએ સરકારની નોટીસને મજાક બનાવી નાખી: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલ સદસ્યએ સરકારની પાલિકા વિસર્જન કરવાની નોટિસને મજાક બનાવી નાખી છે અને ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પરિવારને અન્યાય કર્યો છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે

મોરબી શહેરની ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં જવાબદાર પાલિકાના પદાધિકારી અને અઘિકારીની બેજવાબદારી સામે આવી રહી છે અને આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મુત્યુ થયા છે ત્યારે આ બાબતે સરકારે કોઇ પગલાના લેતા હાઇકોર્ટએ આ ઘટનાની નોંધ લઈને સુઓમોટો દાખલ કરી છે અને પાલિકાને સરકારે નોટિસ આપી છે ત્યારે ભાજપના મોરબીના ધારાસભ્ય બઘા સભ્યોને સાથે રાખીને તેના સદસ્યના સદસ્ય પદ સાચવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ભોગ બનનાર પરિવારની મસ્કરી કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે નગરપાલિકામાં મળેલ જનરલ બોર્ડમાં વિચિત્ર ઠરાવ કરેલ છે કે અમારી પાસેથી કાગળો તપાસ એજન્સી લઈ ગયેલ છે તેવી ખોટી વાતો કરી ઠરાવ ના કરી ગુજરાત સરકારની નોટિસના લીરેલીરા ઉડવેલ છે ત્યારે ભાજપના ધારાસભ્ય અને સંગઠન પ્રમુખ આ બાબત સુ પગલાં ભરશે તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ ઉઠાવ્યો છે અને મોરબી નગરપાલિકાને વિસર્જન કરવા માટે સરકારની નોટિસનો ઉલલિયો કરી ભાજપના પાલિકાના નગરસેવકો ઝૂલતા પૂલની ઘટનામાં ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા માટે શું પોતાની જવાબદારી સ્વીકારી જવાબદાર પદાધિકારી કે અઘિકારી કે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ કરી પાલિકા જવાબદારી સ્વીકાર સે કે ખાલી પોતાની સત્તા બચાવવા હવાતિયાં મારશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News