મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ માળીયા હાઇવે ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા: બે ફરાર


SHARE









હળવદ માળીયા હાઇવે ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા: બે ફરાર

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ અમુલ ફર્નિચર પાસે બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્યારે સ્થળ ઉપરથી પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા જો કે, બે જુગારી પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા હાલમાં પોલીસે જુગારીઓ પાસેથી ૧૦,૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી છૂટેલા બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ અમુલ ફર્નિચર અને એસી એગ્રો વચ્ચે રોડ સાઈડમાં બાવળની જાળી વચ્ચે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ જેઠાભાઈ ચીભડિયા, સુરેશભાઈ વિનુભાઈ વાઘેલા, અલ્તાફભાઈ હુસેનભાઇ કટિયા, ગોવિંદભાઈ અજાભાઈ જખાણીયા અને નાનજીભાઈ બાબાભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે ૧૦૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને પોલીસને જોઈને નાસી છૂટેલા સામતભાઈ ભરવાડ અને વિપુલભાઈ રાજુભાઈ વાઘેલાની સામે પણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને તે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News