મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયાના અંજીયાસર ગામ પાસેથી કતલખાને લઈ જવાતા બે બળદને બચાવ્યા, બોલેરો છોડીને આરોપી ફરાર


SHARE













માળીયાના અંજીયાસર ગામ પાસેથી કતલખાને લઈ જવાતા બે બળદને બચાવ્યા, બોલેરો છોડીને આરોપી ફરાર


મોરબી કચ્છ નેશનલ હાઇવેથી અંજીયાસર ગામ જવાના રોડ ઉપરથી બોલેરો યુટીલીટી પસાર થતી હતી ત્યારે તેમાં બે બળદને કતલખાને લઈને જતાં હતા જેથી કરીને ગૌ રક્ષકો દ્વારા વાહનને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવતા વાહન ચાલક તેનું વાહન છોડીને ભાગી ગયો હતો જેથી કરીને હાલમાં ગૌ રક્ષક દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ કુંજા જાતે બોરીચા (ઉ.૩૨)એ બોલેરો યુટીલીટી નંબર જીજે ૧૨ એવાય ૩૧૯૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઇવે થી અંજીયાસર ગામ જવાના રોડ ઉપર બોલેરો યુટીલીટી લઈને આરોપી જતો હતો ત્યારે તેમાં ગૌવંશ બે બળદ ક્રુરતા પુર્વક દોરડાથી ખીચોખીચ બાંધીને ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી કતલ કરવાના ઇરાદે હેરફેર કરતાં હતા અને બોલેરો કારને મુકીને આરોપીઓ નાશી ગયા હતા જેથી પોલીસે હાલમાં ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૨૭૯, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧3૪ તથા પશુઓ પ્રત્યે ફુરતા પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧)(ડી) ૧૧ (૧)(ઇ) ૧૧(૧) (એફ) ૧૧ (૧) (એચ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ  કે.બી. બોરીચા, ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ ચોટીલા, દીપકભાઈ વાંકાનેર અને તેમની ટીમ, રઘુભાઈ ભરવાડ લીંબડી, ચેતનભાઈ પાટડીયા, વિજયભાઈ કુંભારીયા, ઈશ્વરભાઈ કણજારીયા, પાર્થ ભાઈ નેસડીયા, વૈભવભાઈ પટેલ, સિધ્ધરાજસિંહ પરમાર, મનીષભાઈ સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષક પુરી ટિમ સાથે રહી હતી




Latest News