મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા તાલુકાને જોડતા રસ્તા ઉપરનું પુલિયું ભારે વાહનના લીધે ધડાકાભેર તૂટી પડ્યું: ચાર ગામનો રસ્તો બંધ


SHARE





























મોરબી અને માળિયા તાલુકાને જોડતા રસ્તા ઉપરનું પુલિયું ભારે વાહનના લીધે ધડાકાભેર તૂટી પડ્યું: ચાર ગામનો રસ્તો બંધ

મોરબી અને માળિયા તાલુકાને જોડતા પીપળીયા અને ફગશિયા ગામની વચ્ચે પસાર થતા રસ્તા ઉપરનું પૂલીયું અચાનક ધડાકાભેર તૂટી ગયું છે જેથી કરીને આ રસ્તો હાલમાં લોકોની અવર-જવર માટે બંધ થઈ ગયો છે અને ચાર ગામના લગભગ ૧૦,૦૦૦ જેટલા લોકોને આ રસ્તો બંધ થવાથી હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા રોડ-રસ્તાના બાંધકામ અને સમારકામ માટે વાપરવામાં આવતા હોય છે જોકે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારી અને તે લોકોની મિલીભગતના કારણે મજબૂત કામ કરવામાં આવતા નથી જેથી કરીને વારંવાર જુદી જુદી જગ્યાએ થોડા સમયની અંદર જ નવા બનેલા રસ્તાઓ તૂટી જાય અથવા તો પુલ તૂટી પડતા હોય છે આવી જ રીતે મોરબી તાલુકા અને માળિયા તાલુકાને જોડતા પીપળીયા તેમજ ફગશિયા ગામ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ૨૦૧૯ ના વર્ષમાં દોઢ કરોડના ખર્ચે પાંચ કિલોમીટરનો રસ્તો બનાવાયો છે જેમાં પુલિયા પણ વચ્ચે આવે છે જોકે આ રસ્તા ઉપર આવતું એક પુલીયું રાત્રિ દરમિયાન કોઈ ભારે વાહન કારણે તૂટી પડયું હતું અને આ રસ્તા ઉપરથી પસાર થતો એક બાઈ ચાલક પણ તૂટેલા પુલિયા પરથી નીચે ખાબક્યો હતો જેથી કરીને તેને ગંભીર ઈજા થતાં પ્રથમ મોરબી સારવાર આપી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

વધુમાં સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ફગશિયા ગામના મહિલા સરપંચના પતિ કસમભાઇ દ્વારા અત્યાર સુધીમાં અનેક વખત માળિયા તાલુકા મામલતદાર તેમજ માળીયાના જવાબદાર અધિકારીઓને આ અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને ત્યાંથી રેતી ભરીને જે ભારે વાહનો ખાસ કરીને ડમ્પર પસાર થાય છે તેના કારણે રોડને નુકસાન થાય છે જેથી ભારે વાહનોને ત્યાંથી પસાર થતા અટકાવવા માટે થઈને અનેક વખત રજુઆત કરી છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા ભારે વાહનોને રોકવામાં કોઈ નક્કર પગલા લેવામા આવતા નથી દરમિયાન ભારે વાહનોની અવર જવરના કારણે પુલીયું તૂટી પડ્યુ હોવાનું લોકો જણાવી રહ્યા છે

હાલમાં જે પુલિયું તૂટી ગયું છે તે જ્યાં સુધી રીપેર નહીં કરવામાં આવે ત્યાં સુધી દેરાળા, મેઘપર, ફગશિયા અને પીપળીયા ગામના લગભગ ૧૦,૦૦૦ જેટલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે માટે વહેલામાં વહેલી તકે આ પુલિયાને રીપેર કરવામાં આવે અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તેવી લાગણી અને માગણી ગામના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ગામના આગેવાનો દ્વારા રેતી  સહિતના જે ભારે વાહનો નવા બનેલા રોડ ઉપરથી નીકળે છે તેને રોકવા માટે  અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે તો પણ કેમ અધિકારીઓએ દ્વારા ગેરકાયદે દોડતા વાહનોને રોકવા માટે કામ કરવામાં આવી રહ્યું નથી તે સૌથી મોટો સવાલે છે અને હાલમાં જે પુલિયું તૂટી ગયું છે તેના માટે જવાબદાર અધિકારી. કર્મચારી અને કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે 
















Latest News