મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગૌવંશને કતલખાને લઇ જતા બે સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં ગૌવંશને કતલખાને લઇ જતા બે સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં ગૌરક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેરના રાતીદેવડી ગામ પાસેથી નીકળેલ બોલેરોને અટકાવવામાં આવી હતી અને તેમાંથી કતલખાને લઈ જવાના ઇરાદે વાછરડો મળી આવતા તેને બચાવી લેવામાં આવ્યો હતો અને બે શખ્સોની સામે હાલમાં વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય હાલ પોલીસે ગુનો નોંધી ભાગી છુટેલા બોલેરો ચાલકને પકડવા આગળની તજવીજ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વાંકાનેરના મેઉન બજાર ઝાંપા શેરીમાં રહેતા દિપક દિલીપભાઈ ખાંડેખા જાતે રાજગોર બ્રાહ્મણ (૩૬) સહિતના ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી તેઓએ રાતીદેવળી ગામ નજીક વોચ ગોઠવી હતી.ત્યારે બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ૧૨ એડબલ્યુમાં કતલખાને લઈ જવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જવાતો વાછરડો મળી આવતા તેને બચાવીને વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી અને હાલમાં ફરિયાદી દિપક ખાંડેખાએ પોલીસ મથક ખાતે છના જીણા કમાણી જાતે કોળી (૪૦) ધંધો ડ્રાઇવિંગ રહે.તરણેતર સરકારી શાળા પાછળ તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર તેમજ ઉપરોક્ત નંબરની બોલેરો પીકઅપ વાહનના ચાલક રાજ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂા.બે લાખની બોલેરો ગાડી કબ્જે લઇને ઉપરોકત બંને સામે પશુ અતીક્રમણ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ભાગી છુટેલા બોલેરો ચાલક રાજ નામના ઇસમને ઝડપી પાડવા માટે વાંકાનેર સીટી પોલીસ મથકના પી.ડી.ઝાલાએ આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા જુના ઘનશ્યામગઢ ગામે રહેતા શામજી ગોરધનભાઈ કૈલા અને ગંગારામભાઈ કૈલા (૫૭) નામના બે ભાઈઓ બાઈકમાં જતા હતા ત્યારે ધાંગધ્રાથી કંકાવટી ગામ તરફ જતા જુના ઘનશ્યામગઢ ગામ નજીક તેમના બાઇકને છકડો રીક્ષાના ચાલાકે હડફેટ લીધુ હતુ જેથી કરીને બંનેને ઇજાઓ પહોંચી હોય મોરબીની શિવમ હોસ્પિટલે બંનેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા કે જેથી જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીએ બનાવ અંગે ધાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા રાહુલ કરશનભાઈ જાદવ નામના ૨૦ વર્ષના યુવાને રફાળેશ્વર ગામ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News