મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રાસંગપર ગામે ફઇજી તથા ફુવાજીને મળવા જવાની પતિએ ના પાડતા લાગી આવતાં ઝેરી દવા પી લેતાં પણ મહિલા સારવારમાં 


SHARE













મોરબીના રાસંગપર ગામે ફઇજી તથા ફુવાજીને મળવા જવાની પતિએ ના પાડતા લાગી આવતાં ઝેરી દવા પી લેતાં પણ મહિલા સારવારમાં 

 

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા રાસંગપર ગામે રહેતા કિરણબેન જતીનભાઈ હેડાઉ નામની ૨૪ વર્ષીય મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયેલા કિરણબેન અંગે હોસ્પીટલ સતાવાળાઓએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પ્રાથમીક તપાસ કરીને વી.પી.છાસીયાએ માળીયા પોલીસને જાણ કરતા માળીયા પોલીસે તપાસ શરૂ કરતાં ખુલાસો થયો હતો કે કિરણબેનના ફઇજી તેમજ ફુવાજી માળીયા આવેલા હોય કિરણબેને પોતાના પતિને તેઓને મળવા જવાનું કહ્યું હતું જો કે સાંજનો સમય હોય વરસાદ પડ્યો હોય અને રસ્તો ખરાબ હોવાથી પતિએ ફુવા-ફૈબાને મળવા જવાની ના પાડી હતી અને તે વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો બોલાચાલી થઇ હતી તે બાબતનું લાગી આવતા કિરણબેને ઝેરી દવા પી લેતાં તેમને સારવારમાં ખસેડાયા હતા.તેઓનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ મથકના કે.વી.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

 

ઝેરી દવા પીતા યુવાન - બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા જનક રઘુભાઈ ડાભી નામના ૧૮ વર્ષીય કોળી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ બનાવની પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી. જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે કોઈ અજાણી ઝેરી દવા પી જવાથી ગોવિંદ દેવજીભાઈ રાઠવા નામના બાર વર્ષના બાળકને ચરાડવામાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લવાતા મોરબી પોલીસે પ્રાથમીક તપાસ કરીને બાદમાં બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News