મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં કપાસ વેચાણથી મળેલ રોકડા ૫૬,૭૦૦ લઈને રિક્ષામાં બેઠેલ યુવાન પાસેથી રૂપિયાની ચોરી


SHARE













વાંકાનેર યાર્ડમાં કપાસ વેચાણથી મળેલ રોકડા ૫૬,૭૦૦ લઈને રિક્ષામાં બેઠેલ યુવાન પાસેથી રૂપિયાની ચોરી

વાંકાનેર તાલુકાના ખેરવા ગામે વાડીની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતો યુવાન વાંકાનેરના માર્કેટયાર્ડમાં કપાસ વેચવા માટે આવ્યો હતો અને કપાસના વેચાણ બાદ તેને મળેલ ૫૬૭૦૦ રૂપિયા પોતાના ખિસ્સામાં રાખીને તે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બેઠો હતો ત્યારે તે રિક્ષામાં પહેલાથી જ એક શખ્સ મુસાફરની જેમ બેઠો હતો તે શખ્સ દ્વારા તેના ખિસ્સામાંથી કોઈ પણ સમયે રોકડા રૂપિયાની ચોરી કરી લીધી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે પૂથુભા ઝાલાની વાડીએ ઓરડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા (૪૦) નામના યુવાને કાળા કલરની સીએનજી રીક્ષા જેનો આખો નંબર તેને યાદ નથી તે રિક્ષામાં મુસાફરની જેમ પાછળ બેઠેલ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસ વેચાણ માટે થઈને તે આવ્યો હતો અને કપાસ વેચાણના ૫૬,૭૦૦ મળ્યા હતા જે પોતાના ખિસ્સામાં રાખીને તે કાળા કલરની સીએનજી રીક્ષા જેના નંબર ૫૯૮૫ હોવાનું હાલમાં તે જણાવી રહ્યો છે તે રિક્ષામાં પાછળની સીટ ઉપર અજાણ્યો ૨૫ થી ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ બેઠો હતો જેણે તેની નજર ચૂકવીને કોઈપણ સમયે તેના ખિસ્સામાં રોકડા રૂપિયા ૫૬૭૦૦ રોકડાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News