ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હોય લાગી આવતા યુવાને કર્યો આપઘાત મોરબીના બેલા ગામ નજીક મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જુના સીમાંકન મુજબ એક માહિનામાં યોજવા હાઇકોર્ટનો આદેશ


SHARE













વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જુના સીમાંકન મુજબ એક માહિનામાં યોજવા હાઇકોર્ટનો આદેશ

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી મુદે હાઇકોર્ટમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પીટીશન કરવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરીને નાયબ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નવા સીમાંકન મુજબની ચુંટણી પ્રક્રિયાને રદ કરીને પુનઃ જુના સીમાંકન મુજબ ચાર અઠવાડિયામાં ચૂંટણી યોજવા માટે કોર્ટે હુકમ કર્યો છે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આગામી તારીખ ૨૨ ના રોજ ચૂંટણી યોજાવાની હતી જો કે, સીમાંકન બાબતે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને વાંકાનેરના નાયબ કલેકટર દ્વારા તા. ૧૯/૧/૨૩ ના રોજ કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેની સામે વાંધાઓ લીધા બાદ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં આવેલ વાંધાઓને માન્ય રાખીને તા. ૬/૨/૨૩ ના રોજ ચૂંટણી માટે નવું સીમાંકન પ્રસિદ્ધ કર્યું હતું જેની સામે હાઇકોર્ટમાં કોંગ્રેસના આગેવાનોએ પિટિશન કરી હતી જે પિટિશનને મંજૂર કરીને નાયબ કલેકટરે સત્તા બહાર પ્રસિદ્ધ કરેલ નવા સીમાંકનને ગેરકાયદે ઠેરવીને તેને રદ કવરમાં આવેલ છે અને તા. ૧૯/૦૧/૨૩ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જૂના સીમાંકન મુજબ એક માહિનામાં ચૂંટણી યોજવા માટેનો આદેશ કરવામાં આવેલ છે






Latest News