મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

કાળ બની દીવાલ: હળવદમાં પાણીનું ટેન્કર ગોડાઉનમા ઘુસી જતાં શ્રમિક મહિલાનું મોત


SHARE













કાળ બની દીવાલ: હળવદમાં પાણીનું ટેન્કર ગોડાઉનમા ઘુસી જતાં શ્રમિક મહિલાનું મોત

હળવદ હાઇવે ઉપર સરા ચોકડી પાસે પરોઠા હાઉસની બાજુમાં રાતે ગોડાઉનની દીવાલ સાથે પાણીનું ટેન્કર અથડાયું હતું જેથી કરીને દીવાલ તૂટીને શ્રમિક મહિલાની ઉપર પડી હતી જેથી કરીને દીવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ હાઇવે પર આવેલ કુમાર પરોઠા હાઉસની બાજુમાં રાધાકૃષ્ણ સિમેન્ટનું ગોડાઉન આવેલ છે જેમાં એમપીના આદિવાસી પરિવારના ૧૦ જેટલા સભ્યો રાતે સૂતા હતા ત્યારે ગોડાઉનની બાજુમાં આવેલ પાણીના બોરમાંથી પાણી ભરવા આવેલ ટેન્કર રિવર્સમાં આવતું હતું તે સમયે ગોડાઉનની દીવાલ સાથે તે ટેન્કર અથડાયું હતુ જેથી કરીને ગોડાઉનની દીવાલ તૂટી પડી હતી અને તે દીવાલ નીચે દબાઈ જવાથી નેતાબેન જોગાભાઈ આદિવાસી (૪૮) રહે મૂળ એમપી વાળીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવની ૧૦૮ અને હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ને ૧૦૮ ની ટિમ તાત્કાલિક ત્યાં આવી ગઈ હતી અને મૃતક મહિલાના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ હળવદ તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News