મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા(મી) નજીકથી ૨૦૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો


SHARE













માળીયા(મી) નજીકથી ૨૦૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

માળીયા(મી) દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ નજીક કચ્છથી માળીયા તરફ આવતા રોડ ઉયપર કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાથી રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં રહેતો એક શખ્સ ૨૦૪ બોટલ દારૂ સાથે પકડાયો હતો જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રાજકોટના બબલુનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે


માળીયા(મી)ના પીએસઆઇ એન.એચ.ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે માળીયા નજીક દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ પરથી મહીન્દ્રા વેરીટો કાર જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી દારૂની ૨૦૪ બોટલ સાથે રાજકોટ જંગલેશ્વરમાં રહેતો મનોજભાઇ જેસીંગભાઇ બાવળફાડ (૨૭) મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૬૫૦૦ નો દારૂ અને એક લાખની કાર મળીને ૧૭૬૫૦૦ ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ધર્મેશભાઇ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા રહે. જંગલેશ્વર, નિલકંઠ પાર્ક પાછળ, ગાંધી સોસાયટી રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાકરી હતી.




Latest News