મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરદાર સોસાયટીમાં જુગાર રમતા 5 પકડાયા


SHARE













મોરબીના રવાપર ગામે સરદાર સોસાયટીમાં જુગાર રમતા 5 પકડાયા

મોરબી નજીકના રવાપર ગામે આવેલ સરદાર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ક્યાં જુગારની રેડ કરવામાં આવતા જુગાર રમતા 5 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૫૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલ સરદાર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા નીરવ અશોકભાઈ ગંદા જાતે લોહાણા (૨૬) રહે. જમના એપાર્ટમેન્ટ રવાપર, સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા જાતે વાણંદ (૨૧) રહે. ચિત્રકૂટ સોસાયટી રવાપર, હસમુખભાઈ ખોડાભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૮) રહે. ઉમિયા સોસાયટી રવાપર, નિર્મળ ભગવાનજીભાઈ બરબાસીયા રહે. સરદાર સોસાયટી રવાપર અને પ્રજ્ઞેશ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી જાતે પટેલ (૩૨) રહે. શ્રીજી એપાર્ટમેન્ટ રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૫૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સનવર્લ્ડ સીરામીક પાસેથી મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જ્યોત પાર્કમાં રહેતા મનોજભાઈ ત્રિભોવનભાઈ વરમોરા (૪૫) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા કુતરા સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મનોજભાઈ વરમોરાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતમાં આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નેક્સેસ ટોકીઝ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાજલબેન મીતાભાઈ વરુ (૨૮) રહે વાવડી રોડ મોરબી વાળીને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પીધું
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન પાસે પપ્પુભાઈ ભુપતભાઈ કાથડ (૩૬) રહે લીલાપર રોડ પાંજરાપોળ પાસે વાળો યુવાન ફીનાઇલની ગોળીઓ ખાઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાને ધંધાના ટેન્શનમાં આવી જઈને ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં આવેલ છે






Latest News