મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા(ખા) ગામે વોકળામાં ડૂબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત


SHARE









ટંકારાના નેસડા(ખા) ગામે વોકળામાં ડૂબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારનો આઠ વર્ષનો દીકરો પાણીમાં ડૂબી જતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ નેસડા ખાનપર ગામે રહેતા જગદીશભાઇ લાલજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં ખેલુભાઈ અજનાર જાતે આદિવાસીનો આઠ વર્ષનો દીકરો દિપક વાડીની પાછળના ભાગમાં આવેલ વોકળામાં કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને ત્યથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News