અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સેડના કામ માટે દોઢ લાખની લાંચ લેતા મહિલા સરપંચનો દિકરો રંગેહાથ ઝડપાયો


SHARE







વાંકાનેરમાં સેડના કામ માટે દોઢ લાખની લાંચ લેતા મહિલા સરપંચનો દિકરો રંગેહાથ ઝડપાયો

રાજકોટ જીલ્લાના સણોસરા ગામના મહિલા સરપંચના પુત્રએ દોઢ લાખની લાંચ માંગી હતી જે લાંચ લેવા માટે વાંકાનેરના ગુલશન પાર્ક ખાતે સરપંચનો દિકરાને એસીબીની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિકે મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી કે, રાજકોટ જીલ્લાના સણોસરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જુબેદાબેન છે અને ફરિયાદીના શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મજુરી કોન્ટ્રાકટ રાખેલ હોય જેની મંજુરી ગ્રામ પંચાયતમાંથી લેવાની હોય અને સરપંચને લગતા કામ સરપંચનો દીકરો રાહીદ કરતો હોય જેની સાથે વાતચીત કરતા બાંધકામ મંજુરી આપવાના ૨.૫૦ લાખની લાંચ માંગી હતી અને રકજકના અંતે ૧.૫૦ લાખ આપવાનું નક્કી થયું હતું જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી રાજકોટ એકમના મદદનીશ નિયામક વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ જે. એમ. આલની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને આરોપી રાહીદ રઝાક શેરશીયા (૨૬) ને વાંકાનેરના ગુલશન પાર્ક મેઈન રોડ પર આર. કે. વોટર સપ્લાય ખાતે આવ્યો હોય જેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News