મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના જમીન કૌભાંડના ટીપર દિલીપસિંહ ઝાલાની આગોતર જમીનની અરજી કોર્ટે ફગાવી


SHARE













વાંકાનેરના જમીન કૌભાંડના ટીપર દિલીપસિંહ ઝાલાની આગોતર જમીનની અરજી કોર્ટે ફગાવી

વાંકાનેરના મૂળ રહેવાસી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઈ જતાં તેને જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ટીપર દિલીપસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતુ જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને દિલીપસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે મોરબી સેસન્સ કોર્ટેમાં અરજી કરી હતી તેને ના મંજૂર કરવામાં આવી છે  

મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (૯૨)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કત આવેલ છે જેના આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે નવો દસ્તાવેજ બનાવી નાખ્યો હતો જેથી તેઓએ વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબર વાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીતભાઇ રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ વાળાનું નામ દર્શાવામાં આવ્યું છે

આ આરોપીએ તા ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે અને તેઓની માલીકીની જમીનના ૩/૧૨ તથા ૮ અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા તેમાં પણ ખોટા દસ્તાવેજોના આધારે નોંધ કરી નાખવામાં આવી હતી જેમાં ફરિયાદી રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી અને તેના પત્ની કુસુમબેન રજનીકાન્ત સંઘવી (૯૦) હયાત છે તો પણ તેઓના અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થયેલ હોવાનું દર્શાવીને બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા મેળવીને સીધી લીટીના વારસદાર દર્શાવીને આરોપી મહિલાઓના નામ ઉમેરવામાં આવ્યા હતા જેને ફરિયાદ જાણતા પણ નથી

આ કેસમાં અગાઉ પકાયેલ આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને રિમાન્ડ પૂરા થયા પછી જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને તે આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને વાંકાનેરના અરણીટિંબા ગામે રહેતા દિલીપસિંહ અભેસિંહ ઝાલા નામના શખ્સે જમીન બતાવી હતી જેથી કરીને આ ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી જો કે, તેને આગોતરા જામીન લેવા માટે મોરબી સેસન્સ કોર્ટેમાં અરજી કરી હતી તેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને આગોતરા જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે તેવું તપાસનીસ અધિકારી કે.સી. છાસિયા પાસેથી જાણવા મળેલ છે






Latest News